STORYMIRROR

Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

પ્રકૃતિને ખોળે

પ્રકૃતિને ખોળે

1 min
36


ઝરમર ઝરમર વરસાદમાં પ્રકૃતિ ને ખોળે મ્હાલવા ને બદલે ઘરમાં રહેવું મારે મન અત્યંત દુઃખદ ઘટના.

લોકડાઉનમાં બહાર નીકળવાની છૂટ મળતા જ હું નીકળી પડી પ્રકૃતિ ને ખોળે, જંગલ વિસ્તારમાં.


રસ્તાની બંને બાજુ હારબંધ લીલુડાં વાંસના ઝૂંડ.

રસ્તે ચાલવાવાળી હું એકલી.

વાંકા વળેલા વાંસ તો જાણે ઝૂકીને સલામ કરી આવકારતા હોય એવું જ લાગે.

કોઈ જગ્યાએ તો રસ્તાની બંને બાજુના હારબંધ વાંસની ડાળીઓ સામસામે

એકબીજા ને અડે ત્યારે સુંદર કમાન બંને અને એ કમાનમાંથી હું આગળ વધું.અહાહા..મન એકદમ ખુશ.

આગળ ચાલતા ઝર

ણાંનો અવાજ સાંભળી હું તો પાણીમાં પગ રાખીને બેસી ગઈ.અહાહા દિલ ખુશ. 


સુસવાટા મારતો પવન આવ્યો વાંસ એકમેકને આલિંગન આપતાં હોય એમ એકબીજામાં મળવા લાગ્યા.

પવન થોડો ધીમો પડતાં જ વાંસનાં ઝૂંડમાંથી વાંસ અથડાવાને કારણે મધુર અવાજ આવ્યો.


આંખ બંધ કરી સાંભળવા લાગી. તમે માનશો? બે ઘડી તો એમ લાગ્યું, સાક્ષાત બંસીધરે બંસી ના સૂર છેડ્યા કે શું? ભાવવિભોર થઈ ગઈ.

સંધ્યારાણીની વિદાયે વાંસમાંથી આવતા કેશરવર્ણા કિરણો નિહાળી,

રજનીનાં ઓળા ધરાને પોતાનામાં સમાવી લે ને પહેલાં ઘર તરફ પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational