STORYMIRROR

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

પ્રકરણનું નામ કાશ્મીર

પ્રકરણનું નામ કાશ્મીર

1 min
180


ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,

વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં.

ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,

જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,

નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે.

ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,

તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,

કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી.

વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,

કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,

એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં? 


Rate this content
Log in

Similar gujarati poem from Classics