પ્રેમતત્વ
પ્રેમતત્વ
પ્રેમ છે અઢી અક્ષરો મંત્ર,
જપો તો સમજાય સાર,
અનેકમાં એકનું ગમવું,
એજ તો છે એનો આધાર,
છૂટા પડ્યે ગમ ખાવો પડે,
તો જ મળે તેને આહાર,
દૂર હોવા છતાં સાથ એનો
મળે તન મનનો તાર,
પ્રેમ રસની અમર પ્યાલી
પીવે તો જાય અહંકાર,
કોઈને દુભાવી ખુશ થશે
તો ખાશે જમણાનો માર,
વાગે ફરી મોહનની વેણુ
સરે પ્રેમક્ષુધાની ધાર,
'સુરેશ' કેરી કલમે કીધું,
ધન્ય છે પ્રેમી અવતાર,
એકબીજાના પર્યાય રહો,
તો પહોંચાડે ભવપાર.
