STORYMIRROR

Narmad Gujarati

Classics Children

0  

Narmad Gujarati

Classics Children

પાછી પાની ન કરવી

પાછી પાની ન કરવી

1 min
534


ડગલું ભર્યું કે ના હટવું ના હટવું;

વેણ કહાડ્યું કે ના લટવૂં. ટેક.

સમજીને તો પગલૂં મૂકવું, મૂકીના બ્હીવું;

જવાય જો નહિં આગળ તો યે, ફરી ન પાછૂં લેવું. ડગલું૦ (૧)

સંકટ મ્હોટું આવી પડતે, મ્હોડું ન કરવું વ્હીલૂં;

કળે બલે ખુબ લડવૂં, પણ ના કરવું ફરવા ઉંચૂ. ડગલું૦(૨)

જ્યાં ઊભાં ત્યાં ચોંટી રહીને, વચન લેવું સબળું;

આભ પડો કે પૃથ્વી ફાટો, તો ય ન કરીએ નબળું. ડગલું૦ (૩)

ફતેહ કરીને આગલ વધશું, અથવા અહીંયા મરશૂં;

પણ લીધેલૂં તે પાળીશું, તે વજ્જરનું કરશું. ડગલું૦ (૪)

તજી હામને કામ મૂકવા, ખૂણા જે કો ખોળે;

ધિક કાયર તે અપજશ રૂપી ખાળકુંડીમાં બોળે. ડગલું૦ (૫)

ન્હાસી જતાં હસે શત્રુઓ, સાથી ફિટ કહિ કહાડે;

બ્હીકણ બાયલા નામર્દા એ, નામ મળે ઉપાડે. ડગલું૦ (૬)

પોતાને પસ્તાવો થાયે, ખખ મારી રે ભારે,

મુવા નહિં કામ્ કરી પરાક્રમ, રને ઉઠાવ્યું જ્યારે. ડગલું૦(૭)

શૂરવીર તે જશનો લોભી હિંમત મદિરા પીયે;

ઉમંગથી તે ધસી ધસી વધે વા, ખૂબ ટકાવી રાખે. ડગલું૦ (૮)

ભણી ગણી જન પુખ્ત વિચારે, પાયો નામ્ખે મહબુત;

કો કાલે પણ જશ મોટો લે, નર્મદ કેરૂં સાબૂત. ડગલું૦ (૯)


Rate this content
Log in

Similar gujarati poem from Classics