STORYMIRROR

SANGEETA MISTRY

Inspirational Thriller

4  

SANGEETA MISTRY

Inspirational Thriller

ઓહ સમય તું ક્યાં જાય છે ?

ઓહ સમય તું ક્યાં જાય છે ?

1 min
196

ઓહ સમય તું ક્યાં જાય છે?

તારી દોટ માં કોક મારું છૂટી જાય છે.

મૂંઝવણ છે મન માં કે તને કઈ રીતે સાચવું

હું સૂતી હોવ ને તું ઉઠી જાય છે.

ઓહ સમય તું ક્યાં જાય છે?


સમઝદારી એમાં જ કે તારી સંગાથે ચાલુ,

પણ તે પગલા નું શું જે પાછળ રહી જાય છે?

ઓહ સમય તું ક્યાં જાય છે?

તારી દોટ માં કોક મારું છૂટી જાય છે.


અજાણ રહું જો તારા સંગીતથી તો મારું ગીત બગડી જાય છે,

પણ તે માનવીનું શું જે તૂટેલા ભાવને પણ કળી જાય છે?

ઓહ સમય તું ક્યાં જાય છે?

તારી દોટ માં કોક મારું છૂટી જાય છે.


વીતેલી દરેક ક્ષણ તારી કિંમત સમઝાવે છે

તો કેમ તારું મોલ કરનાર જ ક્યારેક નાદાર થાય છે?

ઓહ સમય તું ક્યાં જાય છે?

તારી દોટમાં કોક મારું છૂટી જાય છે.

પ્રીત કરી જો ક્યારેક સંબંધો સાથે,

મુલ્યવાન કોણ છે એ ત્યારેજ તો સમઝાય છે.


સંબંધોની હૂફ હશે તો તારાથીય આગળ વધીશ

સંબંધોમાં સમતુલા કેમ કરવી એ તુજ તો શીખવાડી જાય છે

ઓહ સમય તું ક્યાં જાય છે?

તારી દોટમાં કોક મારું છૂટી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational