નવા વર્ષના નવા શામણા
નવા વર્ષના નવા શામણા
આજે આ આંખોમાં ઊંઘ નહીં શામણાઓ હતા,
આવનારા એક નવા વળાંકના વિચારો હતા.
કાલે શું થશે તે અંગેના અનેક સવાલો હતા,
અને અસમંજસના કારણે ઉઠતા તોફાનો હતા.
ઘણી કોશિશ કરી મનાવવાની ત્યારે અંતે,
એ સપનામા ગરકાવ થઇ ગયું મન.
મળી એ મંજિલ જેનો હતો ઇંતજાર,
લાગણીથી ભરેલ જ્યાં દિલ વીશાળ.
તે સાથે જ થયા બીજા અનેક સપના સાકાર,
સપનામાં મહાલવાની પડી મજા જોરદાર.
અચાનક આંખ ખુલી અને થઈ ગયું ગાયબ બધું,
માત્ર એક અવાજ હતો...થઈ જશે..થઈ જશે.
થોડો ડર પણ અરમાનો અનેક હતા,
આજે આ આંખોમાં ઊંઘ નહીં શામણાઓ હતા.
