STORYMIRROR

Madhavi Jani

Drama

4  

Madhavi Jani

Drama

નસીબ

નસીબ

1 min
578

જ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં,

પહેલો શબ્દ સાંભળ્યો તે 'નસીબ'.


જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં,

સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે 'નસીબ'.


જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં,

પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે 'નસીબ'.


જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં,

જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે 'નસીબ'.


જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં,

કોઈ એક આશા સાથે માંડેલી મીટ તે 'નસીબ'.


અંતે કહે, "માધવ" તેની વાણીમાં,

નિષ્ફળતા નામનાં થપ્પડ માટે અપાતું આશ્વાસન,

તે 'નસીબ'.


Rate this content
Log in

More gujarati poem from Madhavi Jani

Similar gujarati poem from Drama