મૃત્યુ
મૃત્યુ
મૃત્યું થયું મારું જો, મે જતા જોયુંં.
ખોળીયું ઊડતા જોયું જો, મે જતા જોયું.
શરીર બદલતા જોયું મે, આત્મા ત્યાં જ રહી એ મે જોયું,
ચિર નિંદ્રામાં સૂઈ ગઈ હું, પરંતુ ઘરને જાગૃત જોયું.
અહીં જ છું હું, આ રહી પણ કોણ મને સાંભળે!
એક પછી એક આવી મારા શરીરને બસ ઝાંખે,
ખૂણામાં બસ બેઠો પેલો દિકરો મને વાંચે!
મળી ગયું મોત મને, જીવી ગઈ આ જીંદગી પણ,
કાનમાં કહીને મને ગયુંં જાણે હું છું તારા હાથ વેતમાં,
આવુ છું એમ કંઇ કહેતું નથી આ મૃત્યુ,
પણ આવે છે પળવારમાં, રાહ કોઈની તે જોતું નથી,
પણ પોતાની એક મોટી ખોટ મૂકીને તે જાય છે,
શરીરને સૌ બાળી મૂકે છે, સાચાની પરખ થાય છે,
હું ઊભી છું આત્મા રૂપે પણ સૌ અવસાન નોંધમાં અટવાય છે.
ઊઠમણાની ખોટી વિધીઓ પછી શરૂ થાય છે, ઊઠબેસ ને વાતોમાં કયાંક મૃત્યુ પણ શરમાય છે.
શું છે આ મૃત્યુ ? એ મને મર્યા પછી પણ કયાં સમજાય છે?
ઊભી છું હું અહીં આસપાસ જ પણ સૌ શરીર મારૂ લઇ જાય છે.
સૌની સાથે ઊભી ને મારી આત્મા ચિર-કાળમાં સ્થિર થાય છે.
