મોહક ઋતુ
મોહક ઋતુ
મોહક ઋતુ
બોલો, એ કઈ ઋતુ?
એ છે વસંત
કેસૂડો ખીલ્યો
દેતો રે વધામણાં
વસંત કેરાં
વસંત ઋતુ
કવિ ગ્રહે કલમ
રચે કવન
આવી વસંત
કેસૂડાં કેરાં રંગે
રંગાઈ ગયા
વસંત આવે
યૌવન ઝંખે સાથ
ખેલવા ફાગ
વસંત બેઠી
ષોડશી કેરાં દેહે
બની ચંચળ
ખીલે પલાશ
વસંત કેરો ઠાઠ
કરે બેચેન
ખીલી વસંત
અધર સળવળ્યાં
મિલન કાજ

