STORYMIRROR

Neelam Sheth Parikh

Inspirational Others

3  

Neelam Sheth Parikh

Inspirational Others

મને ગર્વ છે

મને ગર્વ છે

1 min
26.3K


ઠંડીમાં હીટર વિના ચલાવે છે,

ગરમીમાં તપતી રેતીમાં સુવા પામે છે,

જમવામાં કાચું પાકું ચલાવે છે,

પીવાનું પાણી પણ ક્યાં ચોખ્ખું પીવા પામે છે ?

મને ગર્વ છે મારા જવાનો પર,

મને ગર્વ છે મારા ભાઈઓ પર.


આપણી ઊંઘ માટે તે જાગે છે,

આપણી રક્ષા માટે તે ભાગે છે,

નાના એવા ટેન્ટમાં પણ ચલાવે છે,

ઘર-પરિવાર થી મળવા પણ ક્યાં પામે છે ?

મને ગર્વ છે મારા જવાનો પર,

મને ગર્વ છે મારા ભાઈઓ પર.


રક્ષા કરવા ને સજાગ છે,

તો પણ તે કયાં જાહેરાતોમાં આવે છે,

દેશનું સૌથી અગત્યનું કામ કરે છે,

તો પણ આપણાં તહેવારોમાં,

અતિથિ તરીકે ક્યાં આવે છે ?

મને ગર્વ છે મારા જવાનો પર,

મને ગર્વ છે મારા ભાઈઓ પર.


નીલ ગગન ને પોતાની છત માને છે,

વત્સલ વરસાદમાં મ્હાલે છે,

કોઈપણ દુખ દર્દ વિના,

તે મારી રક્ષા એ આવે છે,


કેરળ હોય કે ઉત્તરાખંડ,

એ અડીખમ ઊભો રહેવા આવે છે,

તો પણ નેતા, અભિનેતા કે ક્રિકેટરની,

તોલે એ ક્યાં આવે છે ?

દુનિયા- દેશની ખબર નથી મને પણ,

મને ગર્વ છે મારા જવાનો પર,

મને ગર્વ છે મારા ભાઈઓ પર.


ફક્ત બોલવા કે લખવાથી ક્યાં આરો આવે છે ?

"મને ગર્વ છે મારા જવાનો પર,

મને ગર્વ છે મારા ભાઈઓ પર"...એ દર્શાવો,

એ કરે છે એનાથી થોડું ઓછું,

પણ કરીને તો બતાવો.


Rate this content
Log in

More gujarati poem from Neelam Sheth Parikh

Similar gujarati poem from Inspirational