માયાજાળ
માયાજાળ


રહેવું નથી મારે હવે આ સંસારની જાળમાં,
બસ, નીકળી પડવું છે કુદરતની આડમાં,
મથવું કેટલું આ કાળામથાળા માનવીની માયાજાળમાં,
હવે માત્ર રહેવું છે મારે જગતનાથના ધ્યાનમાં,
આજે ત્યજુ કે કાલે ત્યાજુ, દિવસો નહીં વિતે હવે રાહમાં,
જેટલું રહું આ સંસારમાં, એટલી નજીક જવું કાળના,
ઈશ્વર પણ કહે છે, હે માનવ મને આમ તું ખાળ મા,
મળું છું ગમે ત્યારે તને ! છતાંય આમ સ્વાર્થે તું આવ મા,
બસ, નીકળી પડવું છે હવે નિજાનંદની ખોજમાં,
રહેવું નથી મારે હવે આ સંસારની જાળમાં.