STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

માતપિતા

માતપિતા

1 min
487

કદીએ ના વિસરાય અવતાર માતપિતાના,

કદી પણ ના ભૂલાય ઉપકાર માતપિતાના.


લાવી આપણને જગતમાં ઉછેરી મોટા કર્યા,

કદી પણ ના ભૂલાય એ સંસ્કાર માતપિતાના.


રહી પોતે ભૂખ્યાં આપણને જમાડનારાં છે,

કદી પણ ના ભૂલાય એ વિચાર માતપિતાના. 


પૃથ્વી પરના એ દેવ છે સાક્ષાત સમજાય તો,

કદી પણ ના ભૂલાય એ ઉચ્ચાર માતપિતાના.


રાખતા બાધા આખડી સંતાન હિત કાજે એ,

કદી પણ ના ભૂલાય એ આચાર માતપિતાના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational