STORYMIRROR

Disha Prajapati

Inspirational

4  

Disha Prajapati

Inspirational

મારું ગુજરાત

મારું ગુજરાત

1 min
23.2K

આર્યવ્રતનો આઠમણો છેડો, મારું ગુજરાત,

સંસ્કૃતિ સાચવનારો નેહડો, મારું ગુજરાત.


ખંત અને ખુમારીનું તન છે, મારું ગુજરાત,

મોહનનું અહિંસક મન છે, મારું ગુજરાત.


સુવર્ણથી પણ સવાયું છે, મારું ગુજરાત,

ખારા પાણીમાં ચવાયું છે, મારું ગુજરાત.


પ્રકૃતિના પ્રેમનો સાથ છે, મારું ગુજરાત,

વિશ્વનો જમણો હાથ છે, મારું ગુજરાત.


ઘાને રુઝવતો માલમ છે, મારું ગુજરાત,

ને, કવિઓની કલમ છે, મારું ગુજરાત.


Rate this content
Log in

More gujarati poem from Disha Prajapati

Similar gujarati poem from Inspirational