STORYMIRROR

Chetan Khakhla

Tragedy Others

3  

Chetan Khakhla

Tragedy Others

માનવી તું માનવ ક્યારે થઈશ?

માનવી તું માનવ ક્યારે થઈશ?

1 min
12.1K


થયા યુગો હજાર

તને અહીં વિચરતા,

તું ઉગારે આ ધરણીને

એવો સપૂત ક્યારે થઈશ,


માનવી તું માનવ ક્યારે થઈશ?

જોઈ મુરઝાતા છોડ પાયું

ન જળ કેવી ક્રૂરતા,

મરી પરવરી તારી માનવતા

તું શુદ્ધ ક્યારે થઈશ,


માનવી તું માનવ ક્યારે થઈશ?

કરે ધર્મની વાતો અનેક

આચરણમાં જોઈ ન સમતા,

તું વ્હારે આવે એ મનુષ્યોને

એવો મહાવીર ક્યારે થઈશ,


માનવી તું માનવ ક્યારે થઈશ?

બન્યા ભોગ લાખો નિર્દોષો

કારણ જાણ્યું કટ્ટરતા,

આ મૂર્ખતા છોડીને

તું બુદ્ધ ક્યારે થઈશ,

માનવી તું માનવ ક્યારે થઈશ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy