માને ભેટ
માને ભેટ


બાળપણમાં જેના વિશે,
નિબંધ લખી નાખતો,
લખવા બેસું જો આજે,
તો શબ્દો ઓછા પડશે.
અગણિત છે ઉપકાર એના મુજ પર,
ગણવા બેસું જો આજે,
તો આંકડા ઓછા પડશે.
જન્મ આપીને મને,
કહોને આ દુનિયાજ આપી દીધી જેણે,
એ માને ભેટ આપવા,
ચાંદ - તારા પણ ઓછા પડશે.
એની બધીજ ઈચ્છા પૂરી કરી શકું,
એવી ઈશ્વરને યાચનાં,
એ માનું ઋણ ચૂકવવા તો,
સાત ભવ પણ ઓછા પડશે.