લાગણીઓનું ઝરણું એ પિતા
લાગણીઓનું ઝરણું એ પિતા
એક પિતા માટે નાની એવી વાત શાયરના શબ્દોમાં -
અપાર સ્નેહ અને લાગણીઓનું ઝરણું એ પિતા હોય છે,
સાહેબ શબ્દ નાનો પણ તાકાત કેટલી હોય છે,
પૂરા સંસારની તાકાત ઈશ્વરે આ એક વ્યક્તિમાં ભરી દીધી હોય તેવું લાગે છે,
મારા પપ્પા મને શિક્ષકની જેમ ભણાવે....
ડોક્ટરની જેમ સારવાર કરે.....
મેં નજરે જોયું છે સાહેબ જે ડોક્ટર માટે અશક્ય હોય એ મારા પપ્પા શક્ય કરી બતાવે,
છેલ્લા શબ્દોમાં પપ્પાની વાત કરે " શાયર "
મારા પપ્પા એ નાનપણમાં એક વાત શીખવી હતી
સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં..
અને જો શાયર સામે વાળો દુઃખી હોય તો નિમંત્રણની વાટ જોવી નહીં.
