સુખ સમૃદ્ધિ તો પહેલાં હતી
સુખ સમૃદ્ધિ તો પહેલાં હતી
1 min
195
એક એવો પણ રાજા હતો સાહેબ
પોતાના કિલ્લાના દરવાજા પાસે સોનાના સાંકળવાળી ઘંટડી રાખતો હતો.....
તે વગાડતાં તો સીધો દ્વારપાલ મદદે આવતો હતો..
પહેલાનો જમાનો કેવો સારો હતો 'શાયર'
મકાનો કાચા હતા તો પણ સંબંધો સાચા હતા...
આજે હોસ્પિટલમાં કાળા બજાર થાય છે..
પાંચ રૂપિયાની વસ્તુના સીધા પચીસ લેવાય છે...
તમે દેશ માટે કૃષ્ણકુમારસિંહજી આખુંય પોતાનું રજવાડું આપ્યું હતું ....
આજે હોસ્પિટલમાં બેડના ભાવ નવ હજાર રૂપિયા બોલાય છે..
એક રાજાએ પારસીઓ આશરો આપ્યો હતો
આજે એ ગુજરાતી રોડ ઉપર સૂતો દેખાય છે
ગુજરાતની શાન સુરત, રંગીલું રાજકોટ..
આજે પોતાની સારવાર માટે આમ તેમ ધક્કો ખાય છે..
જિંદગી તો માણસ પહેલા જીવતો હતો 'શાયર'
હવે તો એક એક પળ મરીને જીવાય છે.
