ક્યારેય નહોતી
ક્યારેય નહોતી
વાતોમાં મારી નમણાશ પહેલાં ક્યારેય નહોતી,
કલમમાં મારી કચાશ પહેલાં ક્યારેય નહોતી,
સોનેરી યાદોનાં રણમાં રોજ ભરાતો દરિયો,
આંખોમાં આટલી ભીનાશ પહેલાં ક્યારેય નહોતી,
એમનાં આગમનનાં સમાચાર સાંભળ્યાં છે કેડીએ,
રેતીમાં આટલી કુમાશ પહેલાં ક્યારેય નહોતી,
કુમળો સ્પર્શ હજુયે સળવળે છે આંગળીનાં ટેરવે,
હથેળીમાં આટલી રતાશ પહેલાં ક્યારેય નહોતી,
લાગણીનાં મજબૂત તાંતણે બંધાઈ ગઈ 'ઝીલ'
મિલનમાં આટલી મીઠાશ પહેલાં ક્યારેય નહોતી !
