STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ક્યારે ?

ક્યારે ?

1 min
180

જીવ શિવમાં ભળશે ક્યારે ?

બલા ચોરાશી ટળશે ક્યારે ?


ખૂબ ભટક્યો છું ભવાટપે,

સુકૃત અમારાં ફળશે ક્યારે ?


રોજ કરું છું પોકાર ઈશને,

સાદ મારો સાંભળશે ક્યારે ?


ભવરોગ છે ભૂલાવનારો એ,

કામાસક્તિ સદા છૂટશે ક્યારે ?


મળીએ, ભળીએને ટળીએ,

ઊઠતું અહં ઓગળશે ક્યારે ?


પ્રતિક્ષાની હોય પરાકાષ્ઠાને,

પરમ વિના ટળવળશે ક્યારે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational