STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ક્ષમાયાચના

ક્ષમાયાચના

1 min
1.3K

ક્ષમા દેજે હરિ માફી તલબગાર છું,

આખરે હરિવર તારો હું વિચાર છું,


ગુનાઓની કબૂલાત કરવી ઘટે મારે,

સ્વીકારું છું પ્રભુ કે હું ગુનેગાર છું,


દાખવી કરુણા તારી કેશવ સહેજે,

હું પણ તારા નામે એક અવતાર છું,


પ્રાયશ્ચિતે ગ્લાનિ મુજ ઉરે ઘણેરી,

નામોચ્ચારે ઈશ તને પોકારનાર છું,


પશ્ચાતાપ મારો ક્ષમા કાબિલ હશે,

તારા થકી તારા સુધી પહોંચનાર છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational