Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

ખુદા આબાદ રાખે !

ખુદા આબાદ રાખે !

1 min
6.9K


સૂણો એ કોણ ત્યાં બોલે ?

'ખુદા આબાદ રાખે !'

મુસલ્માં માત સૌ બોલે,

'ખુદા આબાદ રાખે !'


ખુદા આબાદ રાખે-મુલ્કને આઝાદ થાવા,

ખુદા આબાદ રાખે-જાગૃતિની બેત ગાવા.


‘જગતના સાંઈ છો, જીવો !

ખુદા આબાદ રાખે !'

'અમો મિસ્કિન-ઘરે દીવો

ખુદા આબાદ રાખે !'


ખુદા આબાદ રાખે એ દુવા દેનારીઓને !

અને આબાદ રાખે વીરની જણનારીઓને !


Rate this content
Log in