કદી જીવ્યો નથી!
કદી જીવ્યો નથી!
બુમ પાડીને કદી જીવ્યો નથી,
સુખ સંતાડીને કદી જીવ્યો નહિ!
મેં કદમ સાથે કદમ રાખ્યા સતત,
પલ ઉપાડીને કડી જીવ્યો નથી!
આંખમાં આકાશ આંજી ને ફર્યો,
માર્ગ છાંડીને કદી જીવ્યો નથી!
લ્હેરખી માફક મને માણી શકો,
દાવ માંડીને કડી જીવ્યો નથી!
ચાલ ખોબો ધર, તને ફૂલો દઉં,
છળ ઉગાડીને કદી જીવ્યો નથી!
