કાળ
કાળ
1 min
314
કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ છે...
સુખમાં ખુશ રહી નથી શકાતું....
દુઃખમાં રડી પણ નથી શકાતું...
કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ છે...
પરિમાણથી સંતોષ થતો નથી....
કર્મ કોઈને કરવા હોતા નથી ...
કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ છે....
સપનાઓની સજાવટ ઘણી ઊંચી છે...
મહેનત કોઈને કરવી નથી હોતી...
કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ છે...
ઉડાન ઘણી ઊંચી ભરવી હોય છે...
પણ ધરતી પરથી પગ હલતા નથી....
કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ છે...
સમયના સમયાતંરે એ વસ્તુ ચૂકી જાય છે...
પછી અફસોસ સિવાય બીજું બચતું નથી.