જય બોલો ભારત ભોમની
જય બોલો ભારત ભોમની
ધન્ય ધરા આ ભારત ભૂમિની જન્મ્યા જ્યાં શૂરવીરો અહીં,
દેશની રક્ષા કાજે ક્ષણભરમાં પ્રાણ ન્યોછાવર કર્યા જય બોલો એવા ભારતની ભોમની,
આન, બાન અને શાન એવા ત્રિરંગાને કાજ,
ના ઝૂક્યા એ વીરો દેશના સન્માનને કાજ જય બોલો એવા ભારત ભોમની,
જુદાં જુદાં પ્રાંતો ધરાવતું છતાં એકમેકને પ્રેમથી બાંધતું,
ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ ખૂણે ખૂણે વીરોથી શોભતું જય બોલો એવા ભારત ભોમની,
અંગ્રેજો સામે હિંમતભેર લડ્યા સૌ બહાદુર જવાનો,
ભારત માની રક્ષા કાજે રક્ત વહાવી શહીદ થયા એ ભારતવીરો જય બોલો એવા ભારત ભોમની,
તન, મન અને ધનથી વંદન એવા ભારતને જેણે આઝાદીનું જીવન આપ્યું,
પોતે કુરબાની આપી આપણને મહેકતું, ખીલતું ને ચહેકતું ભારત સોંપી ગયાં જય બોલો એવા ભારત ભોમની.
