STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

જરૂર છે

જરૂર છે

1 min
448

દેશને વફાદાર હોય એવાની આપણે જરૂર છે,

જાતને વફાદાર હોય એવાની આપણે જરૂર છે.


જેના પર મૂકી શકાય સંપૂર્ણ વિશ્વાસ હરપળે,

સત્યનો સ્વીકાર હોય એવાની આપણે જરૂર છે.


આપણા ભરોસાને ચરિતાર્થ કરી શકે તેમ હોય,

નિજભૂલ એકરાર હોય એવાની આપણે જરૂર છે.


હોય જેનામાં કૈંક કરી છૂટવાની તમન્ના સદાકાળ,

જીવન આરપાર હોય એવાની આપણે જરૂર છે.


ના ફસાય પ્રલોભન, પ્રશંસા કે પૈસામાં કદી પણ,

પરાના ઉચ્ચાર હોય એવાની આપણે જરૂર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational