STORYMIRROR

Raiskhan Pathan

Inspirational

3  

Raiskhan Pathan

Inspirational

જીતવાનું છે આપણે

જીતવાનું છે આપણે

1 min
192

દેશ રંગાયો છે રોગના રંગમાં, 

જીતવાનું છે આપણે કોરોનાથી જંગમાં,


થાય છે ખુશી તે જોઈ, ખ઼ુદા અને રામ પણ એક થયા છે, 

મતભેદો ભૂલી રહેવાનું છે એકબીજાના સંગમાં, 

જીતવાનું છે આપણે....... 


સોશિયલ ડિસ્ટર્ન્સિંગ ભલે રહી પણ, 

દિલ તો એક થયા છે, 

જોઈ તે આવે છે ઉત્સાહ રગે રગમાં, 

જીતવાનું છે આપણે...... 


ધન્ય છે આપણા કોરોનાયોદ્ધાઓ જે 

કર્તવ્યનિષ્ઠા શીખવાડી ગયા, 

જોઈ તેમને આવી જાય છે જોશ અંગે અંગમાં, 

જીતવાનું છે આપણે...... 


કોરોના એક મહામારી છે હું જાણું છું, 

પણ શીખવાડી દીધું તેણે જીવવાનું જુદા જુદા ઢંગમાં, 

જીતવાનું છે આપણે........ 


મળ્યો છે મોકો દેશ માટે કંઈક કરવાનો, 

રહી ને ઘરે જોડાઈએ દેશભક્તિનાં રાગમાં, 

જીતવાનું છે આપણે......... 


રામ અલ્લાહના ભક્તોની નિ:સ્વાર્થ સેવા પણ કમાલ છે,

જોઈ તેમની સેવાભાવના, ભરી દે છે સ્ફૂર્તિ જીવનતરંગમાં, 

જીતવાનું છે આપણે.......


ના હિન્દુ ના મુસલમાન કહો માનવ ને,

કોરોનારૂપી આફતમાં રહેવાનું છે એકતાનાં સત્સંગમાં, 

જીતવાનું છે આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational