STORYMIRROR

Raiskhan Pathan

Inspirational

3  

Raiskhan Pathan

Inspirational

માઁ નો મહિમા

માઁ નો મહિમા

1 min
164

માઁ નો મહિમા છે અપરંપાર,                

અધૂરો છે તેના વગર આ સંસાર, 


કહેવાય છે સ્વર્ગ છે તેના ચરણોમાં, 

કરો સેવા માઁ ની તેજ છે દરેક ધર્મનો સાર, 


થઈ હોય દુઃખી જો આપણાથી માઁ તો મનાવી લેજો, 

સમય જવામાં ક્યાં છે વાર, 


માંગશે હિસાબ માઁ ના આંસુઓનો, 

ખ઼ુદા પણ રાખશે ખાર, 


માઁ ની મમતામાં કોઈ શંકા નથી, 

ઓલાદની રક્ષા માટે ઉપાડી લે તલવાર,


જીવનનો શું ઐતબાર કાલે હું કે તું ના હોય મારી માઁ, 

લાવ ને જોઈ લઉં તને પળવાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational