ઝઝુમે
ઝઝુમે
જેવી કાલ ઝઝુમી હતી,
એવી મારી આજ ઝઝુમે,
ઝઝુમે આ શ્વાસોના ઘેરાવા,
હવાની સાથે બાથ ભીડતી
જેવી દીવાની જ્યોત ઝઝુમે.
જે થવાનુ હતું એ થઈ ગયું,
એને ક્યાં ભૂંસી શકાય છે !
અનુભવ કેવો આ અધરો,
છાતીમા ફાટ-ફાટ થતા,
અફસોસના વાદળ ઝઝુમે.
સંજોગોનુસાર પરોવ્યા છે માનવીએ મોઢાં,
જેટલા મણકાં એટલા ચહેરા,
સાચા ખોટાની વચ્ચે,
માનવીની અસલ જાત ઝઝુમે.
ખાલી હાથના માલિક આપણે,
વટ આપણો કરોડોનો,
સઘડું સાથે લઈને જઈશું,
એ જુઠને મારવા ભાન ઝઝુમે.
કણની પણ જરુર પડે છે,
એમા બીજા માનવીની શુ વિસાત,
મણ મણના અભિમાનની નીચે,
ઋણાનુબંધનો પોકાર ઝઝુમે.
આજ જેવુ કાલ નથી,
એ કોઈએ ખુબ કહ્યું છે,
આજે નહિ કાલે જીવી લઈશું,
એ બિમારીમાં આખુ આયખું ઝઝુમે.
જેવી કાલ ઝઝુમી હતી,
એવી મારી આજ ઝઝુમે,
ઝઝુમે આ સ્વાસોના ઘેરાવા,
હવાની સાથે બાથ ભીડતી
જેવી દીવાની જ્યોત ઝઝુમે.
