STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર તો પીધાં જાણી જાણી

1 min
428


નથી રે પીધાં અણજાણી

મેવાડા રાણા ઝેર તો પીધાં જાણી જાણી...

કોયલ ને કાગ રાણા, એક જ વરણા રે ,

કડવી લાગે છે કાગવાણી… મેવાડા રાણા….

ઝેરના કટોરા જ્યારે, રાણાજી મોકલે,

તેના બનાવ્યા દૂધ-પાણી… મેવાડા રાણા…

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે,

તમને ગણીશું પટરાણી… મેવાડા રાણા….

બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધરના ગુણ,

મને રે મળ્યા સારંગપાણિ… મેવાડા રાણા…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics