STORYMIRROR

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર

જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર

1 min
235


સખી તારાં નેપુર રે, સુંદર વાગતાં રે,

વાગ્યાં વાગ્યાં માઝમ રાત;

નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે,

જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી૦

વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે,

તેની તે મીઠી મીઠી ઊતરે શાખ,

કામિની તેડાવે રે, આરોગવા રે,

મારા હરિને કહું કે ચાખ. સખી૦

આંગણીયે રોપાવું રે, સુંદર એલચી રે,

ઠામ ઠામ રોપાવું નાગરવેલ;

નરસૈંયાના સ્વામી રે, બાઈ મને ત્યાં મળ્યો રે,

હરિ મારો શોભે ઉરની વેલ. સખી૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics