હું પણ રાખું છું
હું પણ રાખું છું
તું ભલે જોતો હોય ઉપરથી બધું, હું પણ નીચેથી તારા પર નજર રાખું છું,
હું તો માણસ છું, ભગવાન તો તું છે એટલે તારી થોડી ગરજ રાખું છું,
અરે દેવું હોય તો દેજે અને રાખવું હોય તો રાખજે,
આખરે તારી સામે તો સામાન્ય પ્યાદુ છું,
પણ, જો ચોપડે લખતો હોય તું કરમ મારા તો, લેણદેણનો હિસાબ હું પણ રાખું છું,
વણી લેજે નીત નવી તારી આ સંબંધોની માયાજાળ,
હૃદયના કોઈક ખૂણે લાગણીની મીઠાશ હું પણ રાખું છું,
સ્વાર્થ, દ્વેષ, મોહમાયાથી ભરેલી આ તારી દુનિયામાં,
કોઈક ખૂણે ધૈર્યની સહજતા હું પણ રાખું છું,
ભલે મૂકી રાખતો મુશ્કેલીઓના બાણ તારી કમાનમાં, કમરના એક છેડે મહેનતની કટાર હું પણ રાખું છું.
