હળવાશ ૨૦
હળવાશ ૨૦


તંગ હાલાતમાં સ્હેજ હળવાશ કર,
જ્યાં છવાયું તિમિર ત્યાં અજવાશ કર.
ભાવ પ્રેમ ઘરમાં સૌ મળી ગાળજો,
બોલ મીઠા ઝરે, ના તું કડવાશ કર.
રોજ મળશે વસ્તુ જેટલી જોઈતી,
પણ જરૂર હોય એનો જ વપરાશ કર.
મોજશોખો કર્યા, દોડધામો કરી,
જાત સાચવ જરા ઘરમાં વનવાસ કર.
સમય આપી શકયો ના હતો તું કદી,
મનભરી આજ સાથે તું સહવાસ કર.