STORYMIRROR

Jay Limbachiya

Others

4  

Jay Limbachiya

Others

આંખ આડા કાન એ કરતાં રહ્યાં

આંખ આડા કાન એ કરતાં રહ્યાં

1 min
23.1K

આંખ આડા કાન એ કરતા રહ્યાં,

જાણતા હોવા છતાં મરતા રહ્યાં.


જાત માટે પણ સમય ના કાઢતા,

દિલમાં ડૂમાને ભરી ફરતા રહ્યાં.


દુઃખ વેઠી રાત આખી જાગતા,

ખૂબ ચિંતાઓ કરી ડરતાં રહ્યાં.


આખરી રાતે મળી વાતો કરી,

મોહ માયાને તજી ખરતા રહ્યાં.


શ્વાસ છોડીને ગયાં પરલોકમાં,

આંસુ સૌની આંખમાં સરતા રહ્યાં.


ખોટ અમને ખૂબ વર્તાશે સતત,

આંખ સામે હરપળે તરતાં રહ્યાં.


Rate this content
Log in