હે હરિ..!
હે હરિ..!
તારા નશામાં ચકચૂર હું !
કોણ કહે તારાથી દૂર હું !
વાસ હૈયે તારો નિરંતર,
કોણ કહે, છું અસુર હું !
ના માપજે લૈ માપપટ્ટી,
ભાવના થકી ભરપૂર હું !
તપાસી જો ઉરને તારાં,
ક્યાંક હશે જ જરુર હું !
તારે તણાવવાનું જ રહ્યું,
દિલથી આવતું પ્રેમપૂર હું !