ગુરુજનો આપને શત્ શત્ વંદન
ગુરુજનો આપને શત્ શત્ વંદન


પા પા પગલીની ઢગલીમાંથી,
પહાડોને પાર કરતાં શીખવ્યું તમે.
કોરી પાટી પર અક્ષર જ્ઞાન આપી,
ઈતિહાસ રચતાં શીખવ્યું તમે.
મીણબત્તી બની,
શ્રદ્ધા કેરા પ્રકાશના દીપકને પ્રગટાવ્યું તમે.
શિશુમાં શિસ્ત, પ્રામાણિકતા, વિશ્વાસનાં બીજને રોપી,
સજ્જતાના ફૂલને મહેંકતા શીખવ્યું તમે.
અમારી ક્ષમતાને ઓળખી,
એ દિશામાં આગળ વધતાં શીખવ્યું તમે.
અમારા જીવનને સાર્થક બનાવવા બદલ,
પ્રત્યક્ષ યા પરોક્ષ એવા ગુરુજનો આપને શત્ શત્ વંદન.