STORYMIRROR

MAYUR ANUVADIA ( આસક્ત )

Inspirational

4  

MAYUR ANUVADIA ( આસક્ત )

Inspirational

ગુરુ છાયાની યાચના

ગુરુ છાયાની યાચના

1 min
420

પા પા પગલીથી જ્ઞાનનું પર્વતારોહણ

ગુરુ વિન એક સમાન રે જીવન મરણ,


ટીપે ટીપે, શબ્દે શબ્દે ને ઝરમર ઝરમર

જ્ઞાનવર્ષનાં અમી છાંટણે કરો તરબતર,


પિંડ પૂરાયો પ્રભુકૃપા ને પ્રારબ્ધથી દેહમાં

છૂટે દેહાભિમાન, હો કૃપા આપની ગુરુવર,


આતમ ને આતમ જ્ઞાન ન જાણું હું પામર

નુગરો હું યાચું છાયા, ગુરુનામે કો’ તરુવર,


હું અજ્ઞાની તાણું તંત કેટલાં, જ્ઞાની પૂજે સંત

માટીનો હું તુચ્છ કણ, કૃપા કરજો ભગવંત !


ભવ ભવના ફેરા ને વળી, દૂર કરવાને અંધકાર

ઝંખે ’આસક્ત’ મળે જો, ગુરુ છાયાનો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational