STORYMIRROR

Vibhuti Desai

Action

3  

Vibhuti Desai

Action

ગુજરાત

ગુજરાત

1 min
56

ગુજરાત મોરી મોરી રે...

ગુજરાત સોનેરી સોનેરી રે...


ઉત્તરે ઊભો ગૌરવવંતો ગિરનાર

દક્ષિણે પારસીઓને આવકારતું 

સંજાણ બંદર,


પોરબંદરના વાણિયે મચાવ્યો તરખાટ

અંગ્રેજોને કાઢી હિંદુસ્તાન કર્યું આઝાદ,


રજવાડાંને એક કરનાર સરદાર પટેલ આપ્યાં ગુજરાતે

ભારતરત્ન મોરારજી દેસાઈ આપ્યાં ગુજરાતે,


ગુજરાતે ઘણું બધું આપ્યું

આપણે શું આપીશું ગુજરાત ને,


વૃક્ષો વાવી પર્યાવરણ બચાવીશું

પાણી બચાવી જળસંકટ ટાળીશું,


દીકરીઓનું રક્ષણ કરી બળાત્કાર ભગાવીશું,

બાળકોને દફતર કેરાં ભારમાથી મુક્ત કરીશું,

એક થઈ નાથશું આંતકવાદને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action