દેશપ્રેમ - આ શબ્દ મને ગમે છે !
દેશપ્રેમ - આ શબ્દ મને ગમે છે !
જો દેશનો દરેક નાગરિક વપરાશ "ના" હોય,
ત્યારે પોતાના ઘરનો પાણીનો નળ બંધ કરે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશમાં નોકરીઓ માટેના અરજી પત્રકોમાંથી,
"રિલીજીયન" શબ્દ કાઢી નાંખવામાં આવે,
તો એ "દેશપ્રેમ"જ છે.
દેશના રેલવે-સ્ટેશન કે બસ-સ્ટેશન પર,
મજબૂરીવશ "ભીખ માંગતા નાના ભૂલકાઓ"
જયારે દેશની શાળાઓમાં જોવા મળે.
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક "પુરુષ જમ્યા પછી" પોતાની થાળી,
પોતાની પત્ની, માતા, બહેન કે દીકરી દ્વારા લેવાના બદલે,
જાતે જ લઈને ઊભો થાય,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશમાં દરેક પરિવાર પોતાના દીકરાના લગ્ન સમયે,
પોતાના હૃદયમાં અમારા ઘરમાં "એક વહુ" આવવાની છે,
એવું કહેવાને બદલે, અમારા ઘરમાં,
"એક દીકરી" આવવાની છે એવું કહેશે,
તો એ "દેશપ્રેમ"જ છે.
જો દેશનો દરેક યુવાન નાગરિક,
પોતાના "કપડા" ને બદલે પોતાના "કર્મ"થી,
પોતાની પર્સનાલિટી બતાવે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક પોતાને "આન્ત્રપ્રીન્યોર",
કહેવાને બદલે "એગ્રી-પ્રીન્યોર" કહેશે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક પોતાને,
"એક રાજ્યનો નાગરિક" માનવાને બદલે,
"સમગ્ર ભારત દેશનો નાગરિક" માને,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશમાં દરેક ઘરમાં "છોકરો નાનો હોય ત્યારે,
તેને બેટમેન, સ્પાયડરમેન કે અન્ય સુપરહીરો જેવા,
'હાર્ડ રમકડા' લઈ આપવામાં આવે છે,
તથા "છોકરી નાની હોય તો તેણીને,
'બા
ર્બી ડોલ' જેવ 'સોફ્ટ રમકડા',
લઈ આપવામાં આવે છે."
જો આના બદલે છોકરો કે છોકરીનો,
ભેદભાવ કાર્ય સિવાય બંનેને,
એક સરખા રમકડાં લઈ આપવામાં આવે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક કોઈ બીજા દેશ વિષે,
અભદ્ર ભાષામાં અપશબ્દ કહેવાને બદલે,
પોતાના દેશની નાની-મોટી સમસ્યાઓ જેવી કે,
"ગરીબી, ભૂખમરો, બાળમજૂરી, સ્વાસ્થ્ય,
કે શિક્ષણ"ને નાબુદ કરવામાં,
પોતાનાથી બનતું યોગદાન આપે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક બિનજરૂરી સમયે,
પોતાના ઘરમાં લાઈટ કે પંખાની "સ્વિસ બંધ કરે"
તો એ દેશપ્રેમ જ છે.
જો દેશનો દરેક નાગરિક પોતાના ઘરની બહાર,
જાહેર રસ્તા પર, મલ્ટીપ્લેક્સમાં, ગાર્ડનમાં,
કે અન્ય કોઈ જાહેર જગ્યા પર ઊભો હોય.
ત્યારે એ જગ્યાને "પોતાનું ઘર સમજીને" વર્તન કરે,
પોતાનું ઘર સમજીને કચરો ફેંકે,
તો એ "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક "રાષ્ટ્રનું ઘડતર,
એ માત્ર સરકારનું જ કાર્ય નથી પરંતુ,
દેશના દરેક નાગરિકનું પણ કાર્ય છે,એવું સમજે.
સરકારે મારા માટે શું કર્યું એ કહેવાને બદલે,
મેં મારા ભારત દેશ માટે શું કર્યું એવું સમજે,
તો એ તેનો "દેશપ્રેમ" જ છે.
જો દેશનો દરેક નાગરિક "મારો દેશપ્રેમ"
કહેવાને બદલે "આપણો દેશપ્રેમ" એવું,
કહેવા લાગશે તો એ "દેશપ્રેમ" જ છે.
જો તમે "આદમ એટલે હું ચિરાગ જોગાણી"ની,
આ રચનાને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડો,
તો એ તમારો "દેશપ્રેમ" જ છે.