STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ધરણીને દેવ સમાં વરદાન

ધરણીને દેવ સમાં વરદાન

1 min
701


મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન !

ધરણીને દેવ સમોવડ દાન !


પૂર્વ–પછમના ગગન–કેડલે રવિનો રથ ખેડાય,

એ જ કેડલે ધરણીના પણ સ્વર–રથડા હંકાય

ધરણીને દેવ સમોવડ દાન.


ધરણી કેરૂં જે હૃદયનિવાસી ધૂળવિહારી ગાન,

એને કાજ નીલામ્બર ભીતર મંદિર રચવા હામ

ધરણીને અમરો સમ વરદાન.


અણદીઠાં વિદ્યુત–ગરૂડોની પવન–પાંખ પર ચડો !

ઓ તુજ કવિ–છંદો ક્ષિતિજોના સીમાડા સર કરો

ધરણીને અમરો સમ વરદાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics