ડરીશ નહીં તું
ડરીશ નહીં તું
ખોજ રસ્તો ખુદ, મળી જશે સઘળું આસમાન,
ખોલ તારી પાંખોને ભરી લે ઊંચી ઉડાન,
કસી લે તું સપનાં કાજે સઘળી તારી જાત,
એકલા જ લડવું પડે કોઈ ન આપે સાથ,
સપનાંઓમાં સતત ભર્યા કરજે જાન,
પહોંચવાનું છે લક્ષ્ય સુધી રાખજે તું ભાન,
કોઈ તારલાને ચમકાવામાં આપજે થોડુંક ધ્યાન,
મદદ સાથે માર્ગ બતાવી રાખજે માનવતાની શાન,
ડરીશ નહીં તું હારથી કુટુંબને ઊંચા અરમાન,
ફળશે તને કર્મો અને ઈશ્વરના સઘળાં વરદાન,
એ વાત યાદ રાખજે, ન કરજે કોઈનું અપમાન,
પછી સૌ રાખશે ધ્યાન ને જળવાશે તારું સ્વમાન.
