Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

છું હું

છું હું

1 min
269


આદિલની ઓથમાં ઊછળતું સંગીત છું હું...

બેફામની બેફિકરાઈમાં બનતું ગીત છું હું...


મહેખાનાની મદિરા ક્યાં ડોલાવી શકે છે..?

ઘાયલના નશામાં નાચતી પ્રીત છું હું...


તરૂણના હૈયામાં ભરે છે ખંતથી જે ખુમારી...

મેઘાણીના મુખેથી નીકળતું અમૃત છું હું...


પ્રેમની પરાકાષ્ઠા જાણી વેદના વહાવી છે...

મરીઝના માથે ચડી નાચતી જીત છું હું...


ભરોસો કરી ભવસાગરમાં તરવા પડ્યો છું...

નરસિંહના પ્રભાતે પાંગરતું અંકિત છું હું...


દુનિયાદારીના ઝેર અમે પીધા જાણી જાણી..

મીરાની ભક્તિના ભાવોથી પુલકિત છું હું...


જીવ જગત ને જગદીશનો મર્મ જાણ્યો છે..

જાત સાથે મસ્તીમાં રહેતું ગલિત છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational