STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

છીછરા માણસો

છીછરા માણસો

1 min
541

સીધાં વૃક્ષને ના કાપો, આડાંને અડી તો જુઓ,

એક ગજથી ના માપો, ગજ બદલી તો જુઓ.


સરળતા એનો અવગુણ નથી લેશમાત્ર વિચારો,

અરે ઓ વેંતિયાઓ દર્પણમાં મુખ જોઈ તો જુઓ.


સાવ છીછરા ખાબોચિયાંના પાણી જેવા લાગો,

અહીં સમદર પણ છે જરા નજર નાખી તો જુઓ.


તમારી ઊંચાઈ શું માપવી ? માપપટ્ટી ના પાડે છે,

બીજાનું જોઈ બળનારાઓ એના જેવા થૈ તો જુઓ.


તલાટીના ચોપડા સિવાય ક્યાંય તમારું નામ નથી,

કૈંક સારું કામ કરી કોઈના મનમાં કદી વસી તો જુઓ.


મોટી મૂર્ખામી એ કે હોશિયાર માનો તમારી જાતને,

સમજો સમયસર નહીંતર ફેંકાશો વિચારી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational