STORYMIRROR

Parth Prajapati

Inspirational

3  

Parth Prajapati

Inspirational

છાતી છપ્પનની ધરી છે

છાતી છપ્પનની ધરી છે

1 min
26K


એની સામે છાતી છપ્પનની ધરી છે,

લાગણીને ભાંગીને ભુક્કો કરી છે.


હાથમાંથી હાથ જ્યાં છુટ્ટો પડ્યો છે,

એક ઉઝરડે ચામડી મારી ખરી છે.


અન્યને ઘૂંટણિયે પાડી દે છે પીડા,

ને મને તો સામે ચાલી કરગરી છે.


હું તો જીરવી ના શકું અજવાળું એનું,

આખેઆખી સૂર્યમાંથી અવતરી છે.


આજ રાત્રે સ્વપ્ન માટે મેં અલગથી,

બાજુનાં રૂમમાં પથારી પાથરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational