ચાલ ને થોડું જીવી લઇએ!
ચાલ ને થોડું જીવી લઇએ!


બહુ વાર થઈ જાય એ પહેલાં!
બે માંથી એક થયા ને એકમાંથી એકલા થઇએ એ પહેલાં,
ચાલ ને થોડું જીવી લઇએ!
થોડું સાથે રડી લઇએ, થોડું સાથે હસી લઇએ,
ચાલ ને થોડું જીવી લઇએ!
થોડું હું રિસાવ થોડું તું મનાવ,
ચાલ ને થોડું જીવી લઇએ!
હજુ તો ઉંમર જ શું છે માંથી હવે ક્યાં એ ઉંમર છે? એમ થાય એ પહેલાં,
ચાલ ને થોડું જીવી લઇએ!
એકબીજાને યાદ કરવાના આવે એ પહેલાં, ચાલ ને થોડી જૂની યાદો તાજા કરી લઇએ,
ચાલ ને થોડું જીવી લઇએ!
કયારેક હું સમજીશ તો કયારેક તું માની જજે, એમ કરતાં કરતાં દશકાઓ વીતી જશે, એ દશકાઓ થાય એ પહેલાં,
ચાલ ને થોડું જીવી લઇએ!
એકબીજાની ભૂલો શોધવામાં થાય સમય પસાર એ પહેલાં એકબીજાની ખૂબી જાણી લઇએ,
ચાલ ને થોડું જીવી લઇએ!
તારામાં હું ઓળઘોળ ને મારામાં તું મશગુલ થઇ જઈએ,
ચાલ ને થોડું જીવી લઇએ!
એકબીજાને આસાનીથી છોડી દેવાના યુગમાં ચાલને ખૂબ પ્રેમ કરી લઇએ!
ચાલ ને થોડું જીવી લઇએ!