ચાબૂક ન આપ
ચાબૂક ન આપ
લથડતાં પાયા પર ઈમારતનો ભાર મજબૂત ન આપ,
ખાલી કર્યા છે અંતરના સૌ ઓરતા હવે તાબૂત ન આપ.
ભલેને ફરે બજારમાં તું મેકઅપ અઢળક કરી ગાલે,
ફોટો તેનો મોકલી ખુદની બેવફાઈનું સબૂત ન આપ.
'ને સાથે જ રહેવું હોય તો રહેજે માફક હ્રદયની,
આમ વિજળી ચમકારા જેમ સાથ જબૂક ન આપ.
સમયના મારને સહન કરવા તો છે કઠણ કાળજું,
કોરડા વિંઝવા પીઠ પર વખતને તું ચાબૂક ન આપ.
ખુશ છું ખુશીનું નાનું સરખુંય ખાબોચિયું પામીને,
વિશાળ, વિકરાળ, રક્તરંજિત તું કાબૂલ ન આપ.

