ભૂલો પડ્યો
ભૂલો પડ્યો
મને એવું કેમ થાય ભૂલો પડ્યો?
રસ્તો જાણીતો છતાં ભૂલો પડ્યો.
હતો કુંવારો કરતો મઝા ફરતો મસ્તરામ,
પરણ્યા પછી લાગે છે કેમ ભૂલો પડ્યો?
બગીચામાં વૃક્ષો પર ફૂલો પર ફરતો,
તળાવનાં કમળમાં જતાં ભૂલો પડ્યો.
સજની, નયન કેરાં બાણથી ઘાયલ થયો,
પ્યારી, તારા પ્યારની ગલીમાં ભૂલો પડ્યો.
ગુરુ ગુરુ કરતો ઠેર ઠેર મુકામ બદલી ફરતો,
ગુરુ શોધવા જતાં ધર્મની ગલીમાં ભૂલો પડ્યો.