STORYMIRROR

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

ભોળાં પ્રેમી

ભોળાં પ્રેમી

1 min
445


કમળ ભોળું, કુમુદ ભોળું, ભ્રમર ભોળો, દીવાનાં છે,

જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

ભ્રમર ગુંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,

દિલ તેઓ તણાં નભમાં, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશીને જે,

ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા, કુમુદ જેવું હૃદય મ્હારૂં ખરે ભોળું,

કુદે, બાઝે, પડે પાછું, પ્રેમી પહાડ પાણો છે!

ઇચ્છે દાસ થાવાને, ન કોઈ રાખતું તેને,

બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,

લાડુ-લાકડાનો સ્નેહ, પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,

કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,

મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”


Rate this content
Log in

Similar gujarati poem from Classics