STORYMIRROR

Amit Shekha

Abstract Inspirational

4  

Amit Shekha

Abstract Inspirational

ભીતરનો ભેરુ

ભીતરનો ભેરુ

1 min
233

હૃદયમાં કોઈનું સ્થાન લાગે છે,

બેઠું છે અંદર એ તનની જાન લાગે છે,


આરાધ કરું અંતરથી એમને,

જવાબમાં જાણે એનો અવાજ લાગે છે,


સ્વને ક્યાં શોધું છું હું, કોઈના મોહમાં,

અદ્રશ્ય છે છતાં એ જીવનનો આધાર લાગે છે,


વ્યથાના વાદળો ઘેરાય ને પરિસ્થિતિ હોય વિકટ,

શક્તિ આપી એ મને રોજ મારી લાજ રાખે છે,


નથી એનો આકાર કે નથી કોઈ ઘાટ,

સ્મરણ માત્રથી હરે છે દુઃખને, જાણે જગતનો એ તાત લાગે છે.


Rate this content
Log in

More gujarati poem from Amit Shekha

Similar gujarati poem from Abstract