અરીસો
અરીસો
આરીસા સાથેના એક સંવાદમાં
આરીસા એ મને કહ્યું પ્રેમ વેચવા માટે
ક્યારેય શબ્દોની જરૂર નથી પડતી
પ્રેમ તો આંખોથી વેચાતો હોય છે
જો દિલમાં કોઈના માટે ભરપૂર પ્રેમ હોય
તો મન હંમેશા એની માટે સ્વચ્છ અને
સુંદર વિચારોનું નિર્માણ કરી
એના તરફ હંમેશા આકર્ષાય છે
સંબંધોને જીવતા રાખવા માટે
અંદરથી જીવંત રહેવું
એટલું જ જરૂરી હોય છે
પોતાની લાગણીઓને વ્યક્ત કરવી
સંપૂર્ણ રીતે શબ્દોમાં, વ્યવહારમાં અને કાર્યમાં
એનું નિર્માણ કરી એક દાખલારૂપ બનવું
જીવનમાં સૌથી અગત્યનું હોય છે
