અધૂરી દાસ્તાન
અધૂરી દાસ્તાન
છબીમાં એની આજે મને કઈક વર્તાતુ હતું,
જાણે મારા માટે એના દ્વારા કંઈક કહેવાતુ હતું,
દરરોજ માટે એનો આ એકનો એક ઈશારો હતો,
મને લાગે છે જાણે કે હું એકજ એના માટે સારો હતો,
હવે વધારે મારાથી સહેવાતું ન હતું,
"પ્રેમ છે તારાથી" એવું કહેવાતું ન હતું,
હું હવે એના એકરારની રાહ જતો હતો,
કદાચ એ પણ...
કદાચ એ પણ મારા એકરાર ની રાહ જતી હતી,
વાતો ઘણી કરવી હતી અમારે બન્નેએ એક બીજાથી,
પણ વાતો એ ઈશારે ઈશારે સમજાવવી હતી,
પ્રેમ તો હતો જ બંન્નેને,
પણ "પ્રેમ છે તારાથી" એ વાત,
એક બીજાથી કહેવરાવી હતી,
સમય વિતતો જતો હતો,
દોસ્તીનો આ સબંધ અમને,
એક નવો પાથ ચીંધતો જતો હતો,
બંન્ને માથી કોઈ આગળ થવા તૈયાર ન હતું,
મારું બધું તારું છે અને તારું બધું મારું,
એવું કહેવા કોઈ તૈયાર ન હતું,
બંન્નેને દિલની વાત દિલમાં રહી ના જાય એવો ડર હતો,<
/p>
કહ્યા પછી એ બીજે ક્યાંય વહી ના જાય એવો ડર હતો,
હવે કરે તો કરે શું એ બંન્ને ?
એકબીજાને કહ્યા વગર છુટકો ન હતો નહીંતર,
એકબીજાથી દુર રહ્યા વગર છુટકો ન હતો,
પ્રથમ સાહસ મે કર્યું,
મારાથી મે ડરની વાતો દુર ભગાવી,
"પ્રેમ છે તારાથી" એ વાત મારા દિલે મારા મોંથી કહેવરાવી.
હવે એના અવાજમાં થોડો વિશ્વાસ હતો,
એ પરથી મને લાગ્યું કે, એના હદયમાં પણ મારો વાસ હતો,
પરંતુ એ બીજાની ખુશી માટે મારા દિલને દુભાવતી હતી,
"પ્રેમ નથી તારાથી" એ વાત એ મને જણાવતી હતી,
"રેહાન" વાત અહીં જ અધુરી રહી ગઈ,
આ કહાણી અહીં પુરી થઈ ગઈ,
ક્યારેય મળ્યા નથી અમે બંન્ને,
એટલે જ આંખોની શરમ ના નડી,
નહીંતર ખબર પડત કે,
એને મને છોડવાની મજબુરી કઈ થઈ ગઈ,
તારા સિવાય બીજુ બધું હું હવે ભુલવા માંગું છું,
પ્રેમ કરતો હતો, કરું છું અને,
કરતો રહીશ એવું કહેવા માંગું છું.